Vidai – Delhi Poetry Slam

Vidai

Prachi Mehta

 મનમાં ઘણી બધી ઉલઝન સાથે 
 મુખ પર સ્મિત રાખીને દીકરી 
  .... આજે વિદાય થશે 
 
 જે આંગણાને વર્ષોથી એને પોતાનું બનાવી મેહેકાવ્યું એ મહેકની 
  ..... આજે વિદાય છે
 
 જે અવાજથી ઘર બોલી ઉઠતું હતું 
 ધીરે બોલ, એ અવાજની 
  ...... આજે વિદાય છે 
 
 દિવાળીના તોરણ, સાથિયા અને રંગોળી બનાવનાર 
 દીકરી, એ તોરણ, રંગોળી સાથીયાની
  ......... આજે વિદાય છે 
 
 જીવનના બે પડાવો ને આજે છોડી 
 બાકીના પડાવો ને જીવવા માટે દીકરીની 
  ........ આજે વિદાય છે 
 
 કોણ જાણે બાપના હૃદય બસ પર શું વીતી હશે 
 જેને આંખોની નજરથી દૂર થતા જોઈ નથી એની 
  ...... આજે વિદાય છે 
 
 માતા પિતાનો એ હાથ જન્મી ત્યારથી છોડ્યો નથી 
 એ હાથને કન્યાદાનમાં સોંપી ને 
  ..... આજે દીકરી વિદાય લેશે
 
 અમારા જીવનમાં ખુશીઓના રંગ ભરીને 
 હવે તમારા જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે 
  ..... આજે અમારી દીકરી વિદાય લેશે


1 comment

  • Very nice & relatable, deeply rooted

    Rohan Dave

Leave a comment