બસ એકવાર – Delhi Poetry Slam

બસ એકવાર

By Varsha Barot

તમારી પાસે
મારી કોઈ જ માગ નથી,
બસ,
હું તો તમને એટલું જ
કહેવા માંગુ છું
કે,
જયારે તમે હિંસા તરફ વળો
એ પહેલાં
બસ એકવાર,
ફૂલોનાં ચહેરા જોજો..
કોઈ પંખીનું ગીત સાંભળજો..
રમતાં બાળકોમાં થોડું રમી લેજો..
વૃક્ષોને વ્હાલ કરજો...
મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ,
છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો..
આકાશને બાથમાં લેજો..
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં આખા વિશ્વને જોજો...
ને
છેલ્લે,
આ ધરતીને સલામી ભરજો...
બસ એકવાર...


Leave a comment