By Siddharth Joshi
તારી અને મારી ચર્ચા આપણા વચ્ચે હતી
તારા થકી બધું આ દુનિયા મા
તારા થકી જીવન તારા થકી હું
તને હસતા જોતો રહું ખિલખિલાટ
મારી આંખો માં પડે તુજ સમો પ્રકાશ
તું છો મારી સાથે તો શા માટે ડરવું
સાથે જીવી લઈશું આ જ શબ્દો થકી જીવાય છે
તારી અને મારી ચર્ચા આપણા વચ્ચે હતી
તારી આંખ જાણે એમ કહે છે
કોઈ અપેક્ષા વગર જીવન જીવી લઈ
આજ જીત છે મારી
છતાં મળવું ગમે છે
સાથ ગમે છે
સંગાથ ગમે છે
તારી સાથે હર ક્ષણ ગમે છે
અફસોસ કદી થતો નથી
કેમ કે આપણા બંને માં બે તો છે જ નહિ
એક જ છીએ તો અફસોસ જેવી ચીજ નથી