જીવનની દરેક પળોમાં હસી લઉં છું ! – Delhi Poetry Slam

જીવનની દરેક પળોમાં હસી લઉં છું !

By Jitesh Mori


હોય અંધારી રાત, ને દેખી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય આત્મસન્માનનો પ્રશ્ન,ને ત્યાગી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય સંઘર્ષથી ભરેલી કથની,ને મેળવી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;


હોય કર્મનું બંધન, ને પીછાણી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય નૈતિકતાનો પ્રશ્ન,ને વર્તી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય નિશ્ચિત જીત,ને અટકાવી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય આર-પારની લડાઈ, ને ઉપાડી
ન શકાય કંશુય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય રિવાજોનો સવાલ, ને તોડી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય આસ્તિકતાનો આધાર, ને ચાહી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

હોય અંતરાત્માનો સાદ,ને સાંભળી
ન શકાય કશુંય,
ત્યારે જીવનની આ પળોમાં હસી લઉં છું;

જીતેશ મોરી
"સ્પર્શ"


Leave a comment