By Dr Riddhi Desai

તરસ છે ઝરણની તને મળ્યા પછી,
આયખું ભાસે રણ તને મળ્યા પછી.
હતો બસ તારો પડછાયો સાથમાં,
ગઈ ગમતી પળ તને મળ્યા પછી.
મળ્યું આંગણે ઝંખતું આકાશ પણ,
પણ ઉડી શકી નહીં તને મળ્યા પછી.
વરસાદ આવ્યો, છતાં સૂકી જ રહી,
ભીતરની એ તરસ તને મળ્યા પછી.
છલકાતા પહેલા જે દરેક વાતમાં,
હવે સુકાયા નીર તને મળ્યા પછી.
છાંયો મળ્યો પણ નહોતી શીતલતા,
અગન રહે મનમાં તને મળ્યા પછી.
કલમ અટકે ને આજ મૌન ભાસે,
ખોવાય ગયા શબ્દો તને મળ્યા પછી.
Waah kubaj saras