By Mamta Talwar
ઓય યારા, ચાલ પેલા જેવા થઈ જઈએ
બધુ જ ભૂલી ને કોરી સ્લેટ જેવા બની જઈએ
ફરીથી આપણે મન મૂકીને હસતાં થઈ જઈએ
ચાલ હવે પેલા જેવા થઈ જઈએ
બસ એ જ ચા ની મજા
અને એની સાથે મન ભરી ને વાતો
ગમે એટલી મુશ્કેલીઓ હોય છતાં પણ
જીવન નો આનંદ લેતા થઈ જઈએ
ચાલ હવે પેલા જેવા થઈ જઈએ
મને ખબર છે કે બંન્ને ના દિલ
ભરાયા છે કઇ કેટલી વેદના થી
આપ્યું હોય જો દર્દ કંઈ એક બીજાને
તો પરસ્પર હૈયું ખાલી કરી લઈએ
પણ ચાલ ને હવે પેલા જેવા થઈ જઈએ
જીવનમાં આમતો કેટલીયે પરીક્ષા આવશે
અને એ એક બીજાને નહીં કહીયે તો કેમ ચાલશે
આજે ફરી એકવાર સારા દોસ્તાર બની જઈએ
અને મુશ્કેલીઓ સામે ફરીથી સાથે લડતાં થઈ જઈએ
ચાલ હવે પેલા જેવા થઈ જઈએ
ભરે એક ડગલું તું અને એક હું
એમ સમજૂતી કરી લઈએ
કદી ના તૂટે આ યારી એવું વચન લઈ લઈએ
છે અગર આ નિસ્વાર્થ દોસ્તી આપણી
તો પછી આ બંધુતાના સગપણ ને
શાશ્વત કરી દઈએ
પણ ચાલ ને હવે પેલા જેવા થઈ જઈએ