By Kalpesh Gohil
આ જીંદગી કેવી, એક નદી જેવી
જેમાં 'તું' અને 'હું' કાગળ ની હોડી
જેનો કર્મ અને ધર્મ છે વહેવું, નિરંતર અને અથાગ આગળ વધતું રહેવું
આ જીંદગી કેવી એક નદી જેવી
જેમાં 'તું' અને 'હું' કાગળ ની હોડી
બધાજ કિનારે સમાન વહેતી
ઉજાસ-અંધકાર સુખ-દુઃખ ના કિનારાઓને હળતી, મળતી, શીખતી
પણ કદી ના દિલ લગાડતી હંમેશા પ્રવાહિત રહેતી
આ જીંદગી કેવી, એક નદી જેવી
જેમાં 'તું' અને 'હું' કાગળ ની હોડી
સરળ તેમ છતાં ગંભીર
આ જીંદગી ની નદી ના નીર
જેના આરંભ અને અંત ની ચાવી સમંદર માં સમાણી
ચાલ 'તું' અને 'હું' બનીએ એકબીજાની હોડી
નદી બની સમંદર પાર કરીએ થઈ 'જોડી'
આ જીંદગી કેવી
એક નદી જેવી
જેમાં 'તું' અને 'હું' કાગળ ની હોડી